બારડોલી તાલુકાનાં સરભોણ ગામ નજીક આવેલા બાબલા ગામે રહેતા ઈસમે પોતાના પુત્રની સારવાર માટે દેવુ કર્યું હતુ. જે દેવાને લઈ માનસિક તાણમાં આવી જતાં લીમડાનાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લટકી જઈને પિતાએ મોતને વ્હાલું કર્યું હતુ. મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં બાબલા ગામે પાદર ફળિયામાં રહેતા બાબુ ઉર્ફે બાલુભાઈ મંગાભાઈ હળપતિ (ઉ.વ.54)નાં પુત્રને ત્રણ મહિના પહેલા ખેંચ આવી હતી અને તે અપંગ થઈ ગયો હતો. જોકે ગ્રામજનો પાસેથી ઉછીની મદદ સાથે તેની સારવાર પિતાએ કરાવી હતી.
પરંતુ પોતાના પુત્રની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો હતો અને ગામ લોકોની મદદના કારણે પોતાના માથે પુષ્કળ દેવુ થઈ જતા દેવાની ચિંતાના કારણે માનસિક તાણમાં આવી જતા પોતાના ઘરે કોઈને કશું પણ જણાવ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને બાબલા ગામની સીમમાં ખેતરાળીમાં આવેલા નરેશભાઈ છગનભાઈ પટેલના શેરડીના ખેતરની પાળ ઉપર આવેલા લીમડાના ઝાડ ઉપર સફેદ દોરી બાંધી પોતાના ગળે ફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application