ગત મહિને પલસાણા પોલીસ મથકના વિસ્તારમાંથી જુદા-જુદા બનાવમાં બે મોબાઈલ ચોરાયા હતાં. જે ગુનામાં પલસાણા પોલીસે એક ગુનેગારને ઝડપી ચોરાયેલા બે મોબાઈલ રિકવ કર્યા હતા. મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના સાંકી ગામે જુના હળપતિ વાસમાં રહેતા સુરેખાબેન મગનલાલ રાઠોડનો 10 હજારની કિંમતનો મોબાઈલ તેમજ પલસાણા ખાતે આવેલ લક્કી પેટ્રોલિયમની બાજુના સેલુનની દુકાન ચલાવતા ચંદ્રદેવ જગદંબા ઠાકુર નાઓના દુકાનમાંથી પણ અજાણ્યો તસ્કર મોબાઈલ લઈ ભાગી છૂટ્યો હતો.
જોકે બંને ગુનામાં ભોગ બનનારે ઓનલાઈન ફરિયાદ કરતા પલસાણા પોલીસે ગુનો નોંધાયો હતો. જોકે તપાસ દરમિયાન પલસાણા પોલીસના નાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે ચોરીના મોબાઇલ વેચવા નીકળેલા ઉપેન્દ્ર ઉર્ફ છોટુ સુરેન્દ્ર રાય (રહે.પલસાણા, ગૌરવ ટાઉનશિપ)ની અટક્યાત કરી ચોરાયેલા બંને મોબાઈલ રિકવર કરી 18 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application