Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે આવતાં આધેડનું ઘટના સ્થળે મોત

  • October 14, 2022 

કામરેજનાં ઉંભેળ ગામે એકલા રહેતા આધેડ કડોદરા નજીક હનુમાનજી મંદિરની સામે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે બેફામ ટ્રક ચાલકે અડફેટે લેતા આધેડનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. મળતી માહિતી મુજબ, કામરેજનાં ઉંભેળ ગામે આનંદ નગરમાં રહેતા નરેન્દ્રભાઈ ઠાકોરભાઈ પાઠક નાઓ બુધવારે મોડી સાંજે કડોદરા નગરમાં નેશનલ હાઈવે નંબર-48 પર બ્રિજનાં છેડે અકળામુખી હનુમાનજી મંદિરની સામેથી હાઇવે ઓળંગી રહ્યા હતા.




તે સમયે મુંબઈ તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક નંબર PB/11/CP/3057નાં ચાલજે નરેન્દ્રભાઈ પાઠકને અડફેટે લેતા નરેન્દ્રભાઈનાં માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક ઘટના સ્થળે જ મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતકનાં સબંધી શૈલેષભાઈ પાઠકે કડોદરા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application