પલસાણાનાં તાંતીથૈયામાં લગ્ન વગર પ્રેમી સાથે રહેતી યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. બનાવ અંગે કડોદરા પોલીસે લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે આગેલ સોનીપાર્ક-2માં શાકબાજી માર્કેટ બાજુમાં આવેલ બિલ્ડીંગની નારાયણની બિલ્ડીંગના મકાન નંબર-36માં રહેતા મીથીલેશ રામદયાલ ચમાર (ઉ.વ.19)નાઓ માધવ મિલમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
જોકે મીથીલેશ સાથે છેલ્લા કેટલાક દિવસથી તેની 22 વર્ષીય યુવતી સાથે પ્રેમ સબંધમાં પતિ પત્નીની જેમ રહેતા હતા. જયારે ગત તા.21 જાન્યુઆરીનાં રોજ મીથીલેશ નોકરીએ ગયો હતો ત્યારે ઘરમાં એકલી રહેલી શ્યામદેવીએ ઘરને અંદરથી આગળો મારી સિલિગ પંખા સાથે દુપટ્ટો વડે ફાંસો ખાઈ જીવન ટુકવ્યું હતુ. સવારે મીથીલેસ નોકરીએથી પરત ફરતા મકાનનો દરવાજો નહિ ખોલતા દરવાજો તોડતા શ્યામદેવીની લટકતી હાલતમાં લાશ મળી હતી. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application