Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટેમ્પો અને બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક હોમગાર્ડ જવાનનું ઘટના સ્થળે મોત

  • August 04, 2022 

સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ મથક પર મોડી રાતે બે બાઈક પર ત્રણ હોમગાર્ડ જવાનો હાજરી રજીસ્ટર પર સહી કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ મથકની સામે જ એક આઇસર ટેમ્પાના ચાલકે બંને બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.




તો બીજા એક જવાનને ગંભીર ઇજાઓ થતા સુરત ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે એક જવાનને સામન્ય ઇજાઓ થતા રજા આપી દેવામાં આપી હોવાંનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પા ચાલકને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા શાંતિ નગરમાં રહેતા ભોલાનાથ પાટીલ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવે છે. જોકે ગતરોજ મોડી રાતે ભોળાનાથ પાટીલ તેમની સાઈન બાઈક લઈ તેમજ શશી શેખર અને વિનોદ કલાક એક્ટિવા મોપેડ લઈ કડોદરા પોલીસ મથકે મોડી રાતે હાજરી પુરાવવા માટે જઈ રહ્યા હતા.




તે દરમિયાન ભુરી ગામનાં પાટિયા સામે કડોદરા પોલીસ મથકની સામે જ સુરત તરફથી બેફામ આવતા આઇસર ચાલકે બાઈક અને મોપેડ બંનેને અડફેટે લેતા બાઈક સવાર ભોલાનાથ પાટીલનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ, તો બીજી તરફ મોપેડ સવાર શશી શેખરને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.




તેમજ વિનોદ કલાલને સામાન્ય ઇજાઓ થતા રજા આપી દેવામાં આવી હતી અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગવા જતા સાથે રહેલા પોલીસ જવાનોએ ટેમ્પા ચાલકને ઝડપી પાડી કડોદરા પોલીસ મથકમાં લઇ ગયા હતા. બનાવ અંગે ટેમ્પા ચાલક વિરુદ્ધ કડોદરા પોલીસે ગુનો નોંધવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application