પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમા આવેલ હર્ષદ મીલની સામે આવેલ રોડ પર જાહેરમાં ગત તા.21 ઓક્ટોબરનાં રોજ સવા નવેક વાગ્યાનાં અરસામાં કંપનીમાં કામ કરતાં મજુરો તથા અન્ય અસામાજીક તત્વો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જોકે સમગ્ર મામલે બુધ્ધપ્રકાશ નામનાં ઇસમને ચપ્પુ મારી દેતાં તેનું મોત થતાં કડોદરા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ સામા પક્ષે સુરજ ઉર્ફે શિવમ ઠાકુર નાને માથાનાં ભાગે લાકડાનો ફટકો મારતાં ખુનની કોશીશનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર મામલાનાં CCTV ફૂટેજ બહાર આવતા પોલીસ આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તે દરમિયાન પોલીસ ઇન્સ્પેકટરનાં નેતૃત્વમાં કડોદરા GIDC પોલીસની જુદી-જુદી ટીમો બનાવી ગેરકાયદેસર મંડળી દ્વારા હત્યા કરનાર ઓમપ્રકાશ ધર્મેદ્ર આરક, (હાલ રહે.કડોદરા, સમ્રાટ સોસાયટી, મકાન નં.૧૦૩ ભાડેથી, પલસાણા) જેઓ કાયદાનાં સંઘર્ષમાં આવેલા 5 કીશોરોને ગણતરીનાં કલાકોનાં ડીટેઇન કરી ગુનામાં વપરાયેલ ધારદાર ચપ્પુ તથા લાકડાનાં ફટકા કબ્જે કરવામાં આવ્યા હતા આવેલ તથા આરોપી સુરજ ઉર્ફે શિવમ ઠાકુર નાનો હાલ સારવાર હેઠળ છે.
તેમજ ગેરકાયદેસર મંડળી દ્વારા ખુનની કોશીશનાં ગુનાનો મુખ્ય આરોપી રણજીતકુમાર બ્રહ્મદેવ મંડલ (હાલ રહે.કડોદરા, મહાલક્ષ્મી સોસાયટી, મકાન નં.74, પલસાણા) અને અજીત સુરજભાન રાજપુત (હાલ રહે.કડોદરા, હરીધામ સોસાયટી, મકાન નં.168, પલસાણા) નાંઓને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ આ ગુનાના સંડોવાયેલા વધુ આરોપીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500