બારડોલી તાલુકાનાં સુરાલી ગામે રાજ રેસિડેન્સી પાછળ આવેલી ગુણવંતી નદીનાં કિનારે દીવાલની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોને રંગે હાથ પકડી લીધા હતા. મળતી માહિતી અનુસાર, મઢી આઉટ પોસ્ટના જમાદાર ભરતભાઇ ગાંગજીભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરાલી ગામે રાજ રેસિડેન્સીની પાછળ આવેલી ગુણવંતી નદીના કિનારે દીવાલની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ગંજીપાના પર જુગાર રમી રહ્યા છે.
જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા પોલીસે સ્થળ પરથી હેમંતકુમાર રમેશચંદ્ર શાહ (રહે.જયહિંદ મિલ ફળિયું, સુરાલી), પિયુષ ભુપેન્દ્ર ચૌધરી (રહે. સુરાલી, બારડોલી), બળવંત ઠાકોરભાઈ પંચાલ (રહે.સુરાલી, બારડોલી), સોમાભાઈ ભાણા રાઠોડ (રહે.સુરાલી, બારડોલી) અને ચીમનભાઈ કમચી ચૌધરી (રહે.દાદરી ફળિયું, વાંસકુઇ) નાંને રંગે હાથ પકડી પાડ્યા હતા. જોકે પોલીસે તેમની પાસેથી દાવ પરનાં રોકડા રૂપિયા 1440, અંગઝડતીનાં રોકડા રૂપિયા 13,250/- મળી કુલ રૂપિયા 14,690/-નાં મુદ્દામાલ કબ્જે કરી પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500