‘ગુંજે ગુજરાતી આયોજિત શરદોત્સવ ૨૦૨૪’નો નાદ ઘાટકોપરમાં ગુંજયો હતો. જેમાં ધીરેનભાઈ કોઠારી, મંજુલાબેન છેડા, મનીષભાઈ કોઠારી, બીજલબેન જગડ, ભાવેશ ભરવાડા, દિનેશભાઈ શાહના, મનીષભાઈ સોમૈયાનાં નૈતૃત્વમાં શરદોત્સવ ૨૦૨૪ ઉજવાયો હતો. ગુજરાતી લોકસંગીતની પરંપરા સાથે રાસ-ગરબાઓ રચીને, સંગીતબદ્ધ કરી સુમધુર કંઠ આપ્યો ઘાટકોપર મ્યુઝિકલ ગ્રૂપના ગાયકોએ સુંદર ગીતનો મધુરો આસ્વાદ, અજવાળી રાતે, ગીત રચનાઓથી માહોલ ગુંજતું કર્યું ને સંગીતથી જાણે ખરેખર ચાંદલિયો ઊગ્યો રે મારા ચોકમાં શરદ પૂર્ણિમાની રાતે રાસ-ગરબા અને સંગીતનો સંગમ થાય એવી પ્રત્યક્ષ અનુભૂતિ ગુંજે ગુજરાતીના સભ્યોએ કરી હતી. તામ્રવર્ણો વીજ-ઝબકારો આભથી ઊતરીને ધરતી સુધી આવે જાણે કે વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની આ જાદુઈ ક્ષણમાં આ પળમાં ખેલૈયા ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમાં પારુલ સુગંધી, રંજનબેન કોઠારી અને કૃતિકા ગડાએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી અને શ્રેષ્ઠ પોશાક ધારણ કરનાર અને શ્રેષ્ઠ ખેલૈયને ટ્રોફીઓ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500