Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી અને પલસાણા વિસ્તારમાંથી એગ્રીકલ્ચર વીજ વાયર ચોરી કરનાર ગેંગનાં સાત આરોપીઓ ઝડપાયા, બે વોન્ટેડ

  • February 27, 2023 

છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લામાં બારડોલી અને પલસાણા પોલીસ મથક વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજ વાયર ચોરી કરનાર ગેંગે તરખાટ મચાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા સામા ઉનાળાના સમયે એકબાદ એક એક એગ્રીકલ્ચર વીજ વાયર ચોરાવવાની ઘટના સામે આવતા છેલ્લા 6 મહિનામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જવાબદાર અધિકારી દ્વારા પલસાણા પોલીસ મથકમાં કુલ 12 તેમજ બારડોલી રૂરલ પોલીસ મથકમાં 14 પોલીસ ફરિયાદ આપવામાં આવતા પોલીસે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એકટ પ્રમાણે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.







જે અંતર્ગત જિલ્લા LCBના માર્ગદર્શન હેઠળ એક ટિમ બનાવી જેમાં LCB શાખાના પી.એસ.આઈ. નાઓએ પલસાણા અને બારડોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન એ.એસ.આઈ ખાનગી રાહે બાતમી મળી હતી કે બારડોલી અને પલસાણા તાલુકાના ખેતરાડી વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજ વાયરની જે ચોરીઓ થઈ છે તે ચોરી થયેલા વીજ વાયર જથ્થો રતન ઉર્ફ ફતેશિંગ રાજપૂત નાએ બારડોલીનાં તેન ગામેની હદમાં સગુન રેસિડેન્સીમાં દેવનારાયણ કોમ્પલેક્ષમાં આવેલ ભંગારની દુકાનમાં છુપાવી રાખેલો છે








ત્યાંથી સગેવગે કરવાની ફિરાકમાં છે તેવી બાતમી આધારે પોલીસની એક ટીમે બારડોલીના તેન ગામે સગુન રેસિડેન્સીના ભોંય તળિયે આવેલ ભંગારની દુકાનમાં રેડ કરતા ત્યાંથી પોલીસને મોટી માત્રામાં વીજ વાયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રતન ઉર્ફે ફતેસિંગ રાજપૂતની અટક્યાત કરી પ્રાથમિક પૂછપરછ કરતા આ વિજવાયર ચોરી પલસાણાના બારાસડી ગામે હાઇવે પર માનુ હ્યુડાઈ શો રૂમની સામે સમીર નવસાદ શેખ અને તેના સાગરીતોએ કરી હોવાનું કબૂલાત કરી હતી.






આમ પોલીસે પલસાણાના બારાસડી ભંગારની દુકાને રેડ કરતા ત્યાંથી પણ મોટી માત્રામાં વીજ વાયર તેમજ કાર કબ્જે કરી હતી પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા છેલ્લા 6 મહિનાથી પલસાણા અને બારડોલીના અંતરિયાળ વિસ્તારમાં ખેતરાડીમાં રાત્રી દરમિયાન એગ્રીકલ્ચર વીજ વાયરની ચોરી કરી કારમાં નાખી લઈ આવતા હતા અને ચોરેલો માલ તેનના રતન ઉર્ફ ફતેસિંગ રાજપૂત અને બારડોલી એશિયાના નગરમાં રહેતા મદનલાલ તુલસીરામને આપ્યો હતો.







તેમજ આ બને ભંગારના વેપારીઓ કિમ લિમોદ્રા ખાતે એલ્યુમિનિયમ ગાળવાની રામા એલ્યુમિનિયમ ફેકટરી ચલાવતા મેઘજીભાઈ નામના ઇસમને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 20,01,142 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 7 આરોપીની અટક્યાત કરી એલ્યુમિનિય પીગડવાની ફેકટરીના માલિક મેઘજીભાઈ સહિત 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application