જમ્મુ કાશ્મીરનાં રિયાસી જિલ્લામાં શનિવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જોકે રિયાસી જિલ્લામાં રાજૌરી શહેરથી શ્રદ્ધાળુઓને લઈને શિવ ખોડી મંદિર જઈ રહેલી બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકી હતી અને આ અકસ્માતમાં બે લોકોનાં મોત થઈ ગયા છે, જ્યારે 19 અન્ય ઘાયલ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બે લોકોનાં ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત રાનસુ વિસ્તારના તરાયથમાં બપોરે 12:30 વાગ્યે ત્યારે થયો જ્યારે ડ્રાઈવરે વળાંકવાળા રસ્તા પર બસ પરનો કાબૂ ગુમાવ્યો.
મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં એક મહિલા અને 14 વર્ષનાં છોકરાનું મોત થયું છે, જ્યારે 19 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બસમાં સવાર ભક્તો મહાશિવરાત્રીનાં અવસર પર રાજૌરીથી શિવ ઘોડી ગુફા મંદિર જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, અકસ્માત બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બે લોકોને મૃત જાહેર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે 12 ઘાયલોને સારવાર માટે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ (GMC)માં રિફર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500