મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં પનિયારી ગામનાં નીચલા ફળીયામાંથી શંકાસ્પદ રીતે ઇલેકટ્રીક તાર અને ઇલેકટ્રીક વાયરોનાં જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૮/૧૧/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઇ ગણપતસિંહ રૂપસિંહ અને અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ નાઓને મળેલ ખાનગી બાતમીનાં આધારે, પનિયારી ગામનાં નીચલા ફળીયામાં રહેતા સંજયભાઇ લક્ષ્મણભાઇ ગામીત (ઉ.વ.૨૭., ધંધો.મજુરી રહે.પનિયારી ગામ, નીચલુ ફળીયું,વ્યારા, જિ.તાપી)નાઓએ પોતાના ઘરની પાસે ઝાડી ઝાખરાવાળી વાડમાં જી.ઇ.બી.નાં ઇલેકટ્રીક એલ્યુમેનિયમનાં તાર તથા ઇલેકટ્રીક વાયરો સંતાડી મુકેલ છે.
જે બતામીનાં આધારે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએથી ત્રણ જી.ઇ.બી.નાં ઇલેકટ્રીક એલ્યુમેનિયમનાં તાર મળી આવેલ હતો જે તારનો વજન કરી જોતા આશરે ૧૫ કિલ્લો ગ્રામ જેટલો છે જે એક કિ.ગ્રામની કિંમત રૂપિયા ૨૦૦/- જે કુલ ૧૫ કિ.ગ્રામની કિંમત રૂપિયા ૩૦૦૦/- અને એક મીણિયા કોથળીમાંથી ઇલેકટ્રીક વાયરો અલગ-અલટ કરલના કુલ નંગ ૮ છે જેનું કુલ ૧૧ કિ.ગ્રામ જે એક કિ.ગ્રામની કિંમત રૂપિયા ૨૫૦/- મળી કુલ રૂપિયા ૨,૭૫૦/- મળી કુલ રૂપિયા ૫,૭૫૦/-નો મુદ્દામાલ મળી આવેલ હતો. આમ, પોલીસે મળી આવેલ જી.ઇ.બી.નાં ઇલેકટ્રીક એલ્યુમેનિયમનાં તાર અને વાયરો કયાંથી લઇ આવેલ જે બાબતે પુછતા કોઇક જગ્યાએથી લઇ આવેલ જગ્યાની માલિકી અંગે કોઇ સંતોષકારક જવાબ મળ્યો ના હતો જેથી પોલીસે પકડી પાડેલ મુદ્દામાલ જેમાં વાયરો કોઇ છળકપટથી મેળવેલ હોવાનો વહેમ જતા આરોપી સંજયભાઇ લક્ષ્મણભાઇ ગામીત (રહે.પનિયારી ગામ, નીચલું ફળીયું, વ્યારા, જી.તાપી)ની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહિ માટે વ્યારા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500