Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં મીંઢોળા નદીનાં ઓવારે એક્સ્પાયરી ડેટની વિવિધ પ્રકારની દવાનો જથ્થો મળી આવ્યો

  • November 28, 2024 

બારડોલીનાં કેદારેશ્વર મંદિરની બાજુમાં મીંઢોળા નદીનાં ઓવારે ત્રણ દિવસ પહેલા એક્સ્પાયરી ડેટની વિવિધ પ્રકારની દવાનો મોટો વેસ્ટ જથ્થો કોઈક ફેંકીને જતો રહ્યો હતો. જોકે પાવર હાઉસ પાસે રહેતા જગદીશ ભરવાડ માછલીઓને ખોરાક નાંખવા માટે ગયા હતા. તે સમયે મંદિરનાં ઓવારા પાસે કોઈ ત્રાહિત વ્યક્તિઓ ભારી માત્રામાં એક્સ્પાયરી તારીખવાળી દવાઓ નાંખી ભાગી ગયા હતા.


મોટા ભાગની દવાનો જથ્થો નદીના પાણીમાં ઓગળી ગયો હતો અને કેટલોક વહી ગયો હતો જ્યારે બાકીની દવાઓ કિનારા પર કાદવ કીચડવાળા પાણીમાં પડેલી મળી હતી. મળતી માહિતી મુજબ, બારડોલીમાં રહેતો જગદીશ ભરવાડ મીંઢોળા નદીમાં માછલીઓને ખોરાક આપવા જતા અમુક દવાઓ નદીના ઓવારે પડી હતી. બીજી દવાઓ પાણીમાં જતી રહી હતી. જ્યારે મોટા ભાગનો એક્સ્પાયરી ડેટની દવાનો જથ્થો નદી કિનારાના કાદવ કીચડવાળા પાણીમાં ભીંજાઈ પીગળી ગયો હતો. જગદીશ ભરવાડે આ અંગેની જાણ એનિમલ વેલફેર ચલાવતા જતીન રાઠોડને કરતા તેણે નદીનાં ઓવારે જઈ જોતા દવાઓના બોક્સ, સિરપો એકસ્પાયરી તારીખવાળી જોવા મળી આવી હતી. જતીન રાઠોડે બારડોલી નગરપાલિકાના આરોગ્ય ખાતાના કર્મચારીને ટેલિફોનિક જાણ કરાઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application