ફી નિર્ધારણ કાયદાના અનુસંધાને આગામી નવા વર્ષ-2023-24 માટેની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવાની પ્રક્રિયા ફી નિર્ધારણ કમિટી દ્વારા શરૂ કરવામાં આવી છે. નવી ફી મંજુર કરાવવા માટે ખાનગી સ્કૂલોને 15મીથી દરખાસ્ત અને એફિડેવીટ કરવા માટે કમિટીએ પરિપત્ર સુચના આપી છે. કમિટીએ સ્કૂલોને એફિડેવીટ અને દરખાસ્ત માટેનું એક ફોર્મેટ જ આપી દીધુ છે જેમાં પાછલા 6 વર્ષમાં વર્ષ મુજબ સ્કૂલે વસુલેલી ફી પણ રજૂ કરવાની રહેશે.
અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા વર્ષ-2023-24 માટેની ફી મંજુરી માટે ખાનગી સ્કૂલોને દરખાસ્ત અને એફિડેવિટ માટે પરિપત્ર દ્વારા સુચના આપી છે. આ વખતે ફી કમિટી દ્વારા સ્કૂલો દ્વારા રજૂ કરતા ફોર્મેટના બદલે નવુ સુધારા સાથેનું ફોર્મેટ એક્સલ સીટ મોકલી આપ્યું છે. જેમાં વર્ષ-20217-18થી લઈને વર્ષ-2022-23માં કમિટી દ્વારા મંજુર કરેલી ફી, સ્કૂલ દ્વારા વસુલેલી ફી અને વિદ્યાર્થી સંખ્યાની વિગતો માગવામાં આવી છે. ઘણા સમયથી ચેરમેનની જગ્યા કમિટીમાં ખાલી રહી હોવાથી સ્કૂલોની ફી મંજુર થઈ નહોતી, હવે નિયુક્તિ થતાં છેલ્લા કેટલાક દિવસથી આ કાર્યવાહી ઝડપથી હાથ ધરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application