Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રિશુલિયા ઘાટ પર ખાનગી બસને અકસ્માત નડ્યો, અનેક મુસાફરોને પહોંચી ઈજા

  • November 10, 2024 

અંબાજી નજીક આવેલા ત્રિશુલિયા ઘાટ પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે વધુ એક અકસ્માત ત્રિશુલિયા ઘાટ પર બન્યો છે.  9 નવેમ્બર 2024 ત્રિશુલિયા ઘાટ પર 28 યાત્રાળુઓ સવાર ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં 20થી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. બસ અંબાજીથી અંજાર પરત ફરી રહી હતી. યાત્રાળુઓ સવાર લક્ઝરી બસ અંજાર પરત ફરી રહી હતી. આ દરમિયાન ત્રિશુલિયા ઘાટ પર બ્રેક ફેલ થઈ જતાં બસે મેક્સ ગાડી અને એક કારને અડફેટે લીધી હતી.


જેમાં 28 મુસાફરોમાંથી 20 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સની મદદથી દાતા રેફરલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જયારે અંબાજી નજીક આવેલો 'ત્રિશુલીયા ઘાટ' ભયજનક માર્ગ તરીકે ઓળખાય છે, જ્યાં આ અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. આ જગ્યાએ અસામાન્ય રીતે સાવધાની જરૂરી છે, પરંતુ તેમ છતાં આ માર્ગ પર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવતી રહે છે. સ્થાનિકો અને મુસાફરો આ વિસ્તારમાં ગતિ નિયમો અને સાવચેત રહેવા અંગે વધારે માહિતગાર બનવા માટે સૂચના આપવામાં આવી છે.


અહીં મુસાફરી કરતા પહેલા સાવધાની રાખવી ખુબ જ અનિવાર્ય છે. કારણ કે, આ ત્રિશુલિયા ઘાટ પર અવાર નવાર અકસ્માતો થયા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના બોરડીથી ટેમ્પો ટ્રાવેલ્સ બસમાં યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની બસને શુક્રવારે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગતો મુજબ, ટેમ્પો ટ્રાવેલરમાં 19 લોકો સેલવાસ દાદરાનગર હવેલીથી મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ચિત્રકૂટ, પ્રયાગરાજ, કાશી વિશ્વનાથ, અયોધ્યાથી મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા. શુક્રવારે સવારે ફિરોઝાબાદ વિસ્તારમાંથી પસાર થતા આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર હાઇવેની બાજુમાં પાર્ક કરેલ માઇલસ્ટોન 54 કન્ટેનર સાથે આ ટેમ્પો ટ્રાવેલરનો અકસ્માત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application