અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર ઉભા રહીને લોકોને ટ્રાફિકનાં નિયમોનુ પાલન કરાવનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અનેક રોગના ભોગ બને છે. તેઓ સતત માનસિક તણાવ, ડાયાબિટીશ, બ્લડ પ્રેશર જેવા અનેક રોગોના ભોગ બને છે. જેના કારણે ટ્રાફિક વિભાગનાં પુર્વ વિસ્તારનાં DCP સફિન હસને તમામ પોલીસ કર્મચારીઓનુ ફુલ બોડી ચેકઅપ કરીને જે પણ બિમારી હોય તેનો ઇલાજ કરાવવા માટેનો માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓનો ફિટનેસ માટે રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.
ખાનગી હોસ્પિટલના સહયોગથી ટ્રાફિક પોલીસના જવાનોનો ફૂલ બોડી ચેકઅપ રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. આજથી 4 દિવસ સુધી આ કેમ્પ ચાલશે જેમાં 600થી વધુ ટ્રાફિક પોલીસના જવાનોનો રિપોર્ટ કરવામાં આવશે. આ અંગે ટ્રાફિક પૂર્વનાં DCP સફિન હસને જણાવ્યું હતું કે, પોલીસ જવાન 8 કલાક ઉભા રહીને ફરજ બજાવે છે. પોલીસ કર્મીઓ માટે એક ખાનગી હોસ્પિટલે રિપોર્ટ કઢાવવા પહેલ કરી હતી. જેમાં પોલીસકર્મીઓ કેટલા ફિટ છે તે પણ જાણી શકાશે. કોઈ પોલીસ કર્મીને તકલીફ હશે તો તેનોઅમે સાથે મળીને ઈલાજ કરાવીશું.
અમદાવાદ પૂર્વ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા DCP, ACP, PI, PSI સહિત 600 પોલીસ કર્મીઓનો ફૂલ બોડી રિપોર્ટ કાઢવવામાં આવશે. બાપુનગરની ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસના વિના મૂલ્યે અલગ અલગ રિપોર્ટ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આજે 300થી વધુ પોલીસ કર્મીઓના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. બ્લડ કાઉન્ટ, યુરિન, લીવર, કોલસ્ટ્રોલ, હાર્ટ અને ઓબેસિટી ચકાસવા માટેના પોલીસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500