મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે 56 વર્ષનાં શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સે કથિત રીતે મેસેજ મોકલીને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને મહારાષ્ટ્ર NCP નેતા જીશાન સિદ્દિકીને બે કરોડ રૂપિયા ન આપતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, આઝમ મોહમ્મદ મુસ્તફાએ મંગળવારે ટ્રાફિક પોલીસે વોટ્સએપ હેલ્પલાઇન નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બંનેનો પણ પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દિકી સાથે થયો તેવો જ હાલ થશે. આ ચેતવણીને મજાક ન સમજવું જોઈએ. જણાવી દઈએ કે, બાબા સિદ્દકીની 12 ઓક્ટોબરે બાંદ્રા વિસ્તારમાં ત્રણ બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. વર્લી પોલીસને મેસેજ મળ્યા બાદ અજ્ઞાત વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામં આવી છે. જેમાં અમુક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે તેઓએ બાંદ્રા (પશ્ચિમ) સ્થિત બ્લૂ ફેમ એપાર્ટમેન્ટના નિવાસી મુસ્તફાની ધરપકડ કરવામાં આવી છે. આ એક પોશ વિસ્તાર છે. મુસ્તફા પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયયેલો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસે આ મોબાઈલ નંબરની કૉલ ડિટેલ રેકોર્ડ એકત્ર કરી. જેનાથી સંદેશ મોકલવામાં આવ્યો હતો. આ મામલાને ઉકેલવા માટે એક ટીમ બનાવવામાં આવી. ટેક્નિકલ જાણકારીના આધારે તેઓએ આરોપીની બાંદ્રાથી ધરપકડ કરી હતી. મુસ્તફાએ ટ્રાફિક પોલીસને આપેલા મેસેજમાં લખ્યું હતું, 'આ એક મજાક નથી, બાબા સિદ્દિકીને કેવી રીતે ખતમ કરવામાં આવ્યો, હવે ટાર્ગેટ જીશાન સિદ્દિકી અને સલમાન ખાનને પણ ગોળી મારવામાં આવશે. સલમાન ખાન અને જીશાન સિદ્દિકીને 2 કરોડ રૂપિયા આપવાનું કહો. જો જીવ બચાવવો છે તો આને મજાકમાં ન લશો, અથવા મજાક 31 ઓક્ટોબરના દિવસે ખબર પડી જશે.
જીશાન સિદ્દિકી અને સલમાન ખાનને ચેતવણી. આ મહિનાની શરૂઆતમાં મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઇન ડેસ્કને એક ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. જેમાં એક્ટર સલમાન પાસેથી પાંચ કરોડની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ધમકી ભરેલા સંદેશાના સંદર્ભે ઝારખંડના જમશેદપુરથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ પહેલાં મુંબઈ પોલીસે સોમવારે ઉત્તર પ્રદેશના નોઇટાથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેણે સલમાન ખાન અને એનસીપી નેતા જીશાન સિદ્દિકીને કથિત રીતે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જીશાનના પિતા બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરહે બાંદ્રા (પૂર્વ)માં ત્રણ બંદૂકધારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે, સલમાન ખાનને આ પહેલા લોરેન્સ બિશ્નોઈ દ્વારા પર જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. આ ખતરનાક ગેંગના શંકાસ્પદ સભ્યોએ આ વર્ષે એપ્રિલમાં અભિનેતાના બાંદ્રા ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. થોડા મહિના પહેલા નવી મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો, ત્યારબાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500