બારડોલીમાં અત્યાર સુધીમાં ઘરફોડ ચોરીના સાત ગુનામાં સંડોવાયેલો બારડોલી તલાવડી વિસ્તારનો રીઢો ઘોરફોડ ચોર આદિલ નીશાર કડીયા 40,000/-ની કિંમતનાં 5 મોબાઈલ ફોન અને એક જોડ ચાંદિના સાંકળા વેચવાની ફિરાકમાં બારડોલી લીનીયર બસ સ્ટેશન પાસે ફરતો હતો. જેને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતાં હાલમાં જ બે સ્થળે કરેલી ચોરીની કબુલાત કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી ટાઉન પોલીસ મથકનાં એ.એસ.આઈ. તથા અ.હે.કો.ને સંયુક્ત બાતમી મળી હતી કે, બારડોલી લીનીયર બસ સ્ટેન્ડની બાજુમાં સુરતથી બારડોલી ખાતા રોડ ઉપર રિક્ષા સ્ટેન્ડની બાજુમાં એક ઈસમ ઉભો છે જેની પાસે મોબાઈલ ફોનો છે જે મોબાઈલ ફોનો વેચવા માટે ગ્રાહકો શોધે છે. આ મોબાઈલ ફોનો ચોરીના છે. જેથી બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી શકમંદને દબોચી પુછપરછ કરતા તે આદિલ નીશાર કડીયા (ઉ.વ.20., રહે.તલાવડી બાબાસાહેબ સર્કલની બાજુમાં તા. બારડોલી, જિ.સુરત) હોવાનું જણાવ્યું હતું.
તેણે તાજેતરમાં કરેલી બે ચોરીની કબૂલાત કરતાં પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીના ચાર મોબાઈલ ફોન તથા એક જોડ ચાંદિના સાંકળા રીકવર કરી કર્યા હતા તથા આરોપીના ઘરેથી આઈફોન 11 મોડલનો મોબાઈલ ફોન કબજે કરી કિંમત રૂપિયા 40,000/-નાં મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ પણ પાંચ જેટલા ચોરીના ગુના બારડોલી ટાઉન પોલીસે મથકે નોધાય ચુક્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500