વ્યારાનાં સરૈયા ગામનાં દાદરી ફળીયામાંથી એક ઈસમને તેના ઘરની બાજુમાં આવેલ પજારીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં સરૈયા ગામનાં દાદરી ફળિયામાં રહેતા નરેન્દ્રભાઈ નરસિંહભાઈ ગામીત નાંએ વગર પાસ પરમિટે તેમની ઘરની બાજુમાં આવેલ પજારીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ લીટર ૨૪ જેની કુલ કિંમત રૂપિયા ૪,૮૦૦/-, તથા ગરમ અને ઠંડુ રસાયણ મળી કુલ લીટર ૩૬૦ જેની કુલ કિંમત રૂપિયા ૯,૦૦૦/- તેમજ એલ્યુમિનિયમનાં હાંડલા અને પિત્તળની દેગડી મળી કૂલ રૂપિયા ૧૪,૬૦૦/-નો મુદામાલ ઝડપી પાડ્યો હતો, જયારે મનોજ ગૌરીશંકર પાંડે (રહે.ઘોડચીત ગામ, તા.સોનગઢ)નો દેશી દારૂ બનાવવા માટે ગોળ પુરો પાડી મદદગારી કરી આ કામે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500