Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરોલીનાં એક ગામમાં વિધાર્થીનીની છેડતી કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી

  • April 26, 2025 

નવસારીનાં જલાલપોર તાલુકાના મરોલી પંથકના એક ગામમાં ધોરણ ૧૦માં આભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીની છેડતી કરનાર આરોપીને નવસારી સ્પેશિયલલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો. સન ૨૦૨૪નાં વર્ષમાં મરોલી પંથકના એક ગામમાં રહેતી પોરણ ૧૦ની વિદ્યાર્થિની ઘરમાં હતી.


તે વખતે નજીકમાં રહેતા ૫૫ વર્ષીય આધેડ ભરત પટેલે ઘરમાં ઘુસી જઈ તેની સાથે છેડતી કરી હતી. જે અંગેની ફરિયાદ મરોલી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ હતી આ કેસ નવસારી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (સ્પેશિયલ પોકસો કોર્ટ)માં ચાલી જતા સરકારી વકીલ અજય ટેલરની ધારદાર દલીલો અને મેડિકલ પુરાવાને ગ્રાહય રાખી જજ તેજસ બહ્મભટ્ટે આ કેસના આરોપી ભરત બાબુભાઈ પટેલ (ઉ.વ.૫૫)ને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૧૧ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application