કુકરમુંડા તાલુકાનાં મૌલીપાડા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ચામન્યાભાઈ વળવી જેઓ ગત તારીખ 28/04/2024નાં રોજ પોતાની કબ્જાની બાઈક નંબર GJ/22/F/6877 લઈને ઈંટવાઈથી ફૂલવાડી જતાં રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોરાલા ગામની સીમમાં જર્નાદનભાઈ માધવભાઈ દવેના ખેતરનાં વળાંક પાસે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક રોડ નીચે ઉતરી જતા ઉમરાનાં ઝાડ સાથે અથડાઇ જતાં અકસ્માતમાં સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક લક્ષ્મણભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે હસુબેન લક્ષ્મણભાઈ વળવીએ નિઝર પોલીસ મથકે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application