Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં ભડભુંજા ગામનાં બસ સ્ટેશન પાસેથી દારૂનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

  • February 11, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં ભડભુંજા ગામનાં બસ સ્ટેશન પાસેથી વગર પાસ પરમીટે વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ સવારે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા.






તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભડભુંજા ગામના બસ સ્ટેશન પાસે એક ઈસમ કાળા કલરની બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ બસની રાહ જોઈ ઉભો છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં એક કાળા કલરની બેગ લઈ ઉભો રહેલ ઈસમને પોલીસ કોર્ડન ઝડપી પાડી ગયો હતો. ત્યારબાદ પોલીસે ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ રમેશભાઈ નાનાભાઈ વસાવા (રહે. લીંબાસોટી ગામ, નિશાળ ફળિયુ, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું.





ત્યારબાદ પોલીસે ઈસમ પાસેના બેગમાં ચેક કરતા બેગમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 72 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 3,600/- હતી બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ વસાવાની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application