મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતો બારડોલીથી સોનગઢ તરફ જતા નેશનલ હાઈવે પરથી પોલીસે એક ટ્રક માંથી ક્રુરતા પૂર્વક ખીચો-ખીચ ટૂંકો દોરડાથી બાંધેલ 16 ભેંસો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસોને બુધવારનાં રોજ મળેલ બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો વ્યારા તાલુકાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતો બારડોલીથી સોનગઢ તરફ જતા નેશનલ હાઈવે નંબર-53 પર આવી પહોચ્યા હતા.
જ્યાં એક ટ્રક નંબર GJ/23/Y/5220 ઉભી હતી અને તે ટ્રકની ઉપર તાડપત્રી બાંધેલી હતી જેથી પોલીસે તાડપત્રી ખોલી જોતા ટ્રકમાં લાકડાનાં પાટિયા ફિટ કરી આડાશ કરેલ હતી અને ગેરકાદેસર રીતે ક્રુરતા પૂર્વક ખીચો-ખીચ ટૂંકો દોરડાથી કુલ 16 ભેંસો બાંધેલ હતી અને જે ભેંસો માટે ઘાસ-ચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી તેમજ ટ્રકમાં પશુ સારવારની કોઈ સુવિધા પણ ના હતી.
આમ પોલીસે ટ્રક પાસે હાજર ઈસમને નામ પૂછતા તેને પોતાનું નામ આસિફભાઈ ઈકબાલભાઈ સિંધી (રહે.વલણ ગામ,બાબર કોલોની, તા.કરજણ, જિ.વડોદરા)નાં હોવાનું જણાવ્યું હતું અને ટ્રકમાં ક્લીનર તરીકે હતો, જયારે ટ્રકનો ચાલક રફીકભાઈ ભોજવાલા (રહે.ભોજ, તા.કરજણ, વડોદરા) જેના પુરા નામઠામની ખબર નથી તે ટ્રક છોડી ભાગી છૂટ્યો હતો અને ભેંસો ભરી આપનાર સંદીપ કમલેશભાઈ ભટ્ટ (રહે.સરપંચ ફળિયું, અટાલી ગામ, તા,કરજણ, જિ.વડોદરા) નાઓને ઉપરોક્ત ગુના અંગે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આમ, પોલીસે 16 નંગ ભેંસો જેની કિંમત રૂપિયા 4,80,000/- તથા ટ્રક જેની કિંમત 6,00,000/-મળી કુલ રૂપિયા 10,80,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અમીરભાઈ પાડવીની ફરીયાદનાં આધારે ઝડપેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500