Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં ડાબરીઆંબા ગામે ખેતરમાંથી પાવર સપ્લાઈ બોક્સની ચોરી

  • October 03, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : કુકરમુંડાનાં ડાબરીઆંબા ગામના રહેતા દીપકભાઈ ભરતભાઈ વસાવા નાઓના ખેતરમાંથી ગત તારીખ 29/09/2023નાં રોજ કોઈ અજાણ્યો ચોર ઈસમે ડાબરીઆંબા ગામની સીમમાં આવેલ બ્લોક/સર્વે નંબર 55/02 વાળી જમીન માંથી સૌર ઉર્જાનું પાવર સપ્લાઈનો બોક્સ જેની કિંમત આશરે રૂપિયા 20,000/- તેની ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે દીપકભાઈ વસાવાએ તારીખ 01/10/2023નાં રોજ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application