Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધંધુકા-બગોદરા રોડ પરનાં લોલીયા ગામ નજીક એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત : એકનું મોત, 10થી વધુ લોકો ઘાયલ

  • February 20, 2023 

આજરોજ સવારે ધંધુકા-બગોદરા રોડ લોલીયા ગામ નજીક એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નીપજ્યુ હતું, જ્યારે 10થી વધુ ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.






આ અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયું હતું અને 10થી વધુ લોકોને ઇજા પામી હતી. આ  ઘટનાની તાત્કાલિક 108ને કોલ કરી જાણ કરવામાં આવી હતી જેથી 108 તરત ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત થયેલા તમામને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને વહેલી સવારે આ અકસ્માત થયો હતો.





જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નીપજ્યુ હતું, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયારે આ અકસ્માતમાં એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયુ હતું અને દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થયેલા તમામને ધંધુકાની  RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News