નવસારીનાં ગણદેવી તાલુકાનાં રાનકુવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો ઠલવવાનો હોવાની માહિતી ગણદેવી પોલીસને મળતા ખારેલ ચોકડી પાસે પીકઅપ ટેમ્પોને રોકવાની કોશિશ કરતા ચાલકે વાહન હંકારી મુકતા પોલીસ જવાનોએ પીછો કરી ફિલ્મી ડબ્બે વાહનને રોકીને તેમાંથી ચકાસણી કરતા કુલ રૂપિયા 1,31,469/-ની કિંમતનું 2420 લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો સાથે એકની ધરપકડ કરી હતી, જયારે એક વોન્ટેડ ઈસમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
જયારે પોલીસે પીકઅપ ટેમ્પોનાં ચાલક વિશાલ બેચરભાઈ રાનાણી ધરપકડ સ્થળ પરથી કર્યા બાદ બાયોડીઝલનો જથ્થો ભરાવી આપના નિરવભાઈ સેજેલીયાની પણ ધરપકડ કરી છે અને નિલેશ વોરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આમ, ગણદેવી પોલીસે તાલુકા પુરવઠા અધિકારીને સ્થળ પર બોલાવી બાયોડીઝલના સેમ્પલ લીધા હતા. બનાવ અંગે ગણદેવી પોલીસે સમગ્ર રેડમાં વાહન રોકડા અને બાયોડીઝલ મળી કુલ રૂપિયા 6,19,020/- મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500