Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Complaint : ATM મશીન સાથે ચેડા કરી રૂપિયા ઉપાડી જનાર ત્રણ અજાણ્યા સામે પોલીસ ફરિયાદ

  • January 17, 2023 

ચીખલીનાં મહેતવાડ સ્થિત કેનેરા બેંકની સામે જ આ બેંકનું ATM આવેલું છે. આ ATM મશીન સાથે ગત તા.18થી 26 સપ્ટેમ્બર 2020 દરમિયાન ત્રણ અલગ અલગ વ્યક્તિએ એકબીજાની મદદગારી કરી ચેડા કરી ખોટી રીતે તેમાંથી પૈસા ઉપાડી તેની નોંધ કાર્ડ સાથે જોડાયેલ ખાતામાં નોંધ થવા નહીં દઇ અને ATMમાંથી પૈસા ઉપાડતા હોય તે દરમિયાન કોઈ અન્ય વ્યક્તિ સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરી પૂર્વ આયોજિત કાવતરું કરી રૂપિયા 1,25,500/-ની રકમ ચોરી કરી છેતરપિંડી કરી હોવા મુજબની બેંક મેનેજર રવિન્દ્રકુમાર જયપ્રકાશ ગૌતમ (રહે.સત્યમ એપાર્ટમેન્ટ,મહેતવાડ,ચીખલી) નાની ફરિયાદમાં પોલીસે ત્રણ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




ચીખલી કેનેરા બેંકનાં ATM મશીનમાં 13 વખત વ્યવહાર કરી રૂપિયા 1,25,500/- ઉપાડી લેવાયા હતા. બેંકના સ્ટાફ દ્વારા CCTV ફૂટેજનું રેકોર્ડિંગ જોતા કાર્ડ નંબર દ્વારા વ્યવહાર કરનાર વ્યક્તિએ ATM મશીનમાં પોતાનું કાર્ડ નાંખી અલગ અલગ રકમ ઉપાડેલી પરંતુ જ્યારે મશીન તેનો વ્યવહાર નોંધે ત્યારે તે વ્યક્તિ દ્વારા ATM કોઈ વસ્તુ વડે ખોલી તેને બંધ કરી દેવાતું હતું એટલે કાર્ડ સાથે જોડાયેલ ખાતામાં જનરેટ થાય તે પહેલા મશીનની સ્વીચ બંધ કરી નાખવામાં આવતી હતી. બેંક દ્વારા ATMમાં મૂકવામાં આવેલ અને ઉપાડેલ રકમ વચ્ચે તફાવત આવતા તેની તપાસમાં આ હકીકત બહાર આવી હતી. જયારે આ ગુનાની ફરિયાદ અઢી વર્ષે નોંધવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application