વાપીથી પનવેલ જઈ રહેલો ગેરકાયદેસર ગુટકાના જથ્થાને નવસારી LCB પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે નંબર-48નાં મટવાડ ગામ પાસે પોલીસને બાતમી મળતા વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન મુંબઈ-અમદાવાદ રૂટ પર ટેમ્પો ચાલક ભૂલમાં નવસારી જિલ્લાની હદમાં આવી જતા તે ચીખલી થઈને સાપુતારા થઈ મહારાષ્ટ્ર જવાની ફિરાકમાં હતો તે પહેલા જ નવસારી જિલ્લા LCB ટીમે ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે ટેમ્પો રોકી તેમાં તપાસ હાથ ધરતા ટેમ્પોમાંથી રૂપિયા 5,77,280/-નો ગુટખાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જોકે આ સમગ્ર મુદ્દામાલ ચાલક અને ક્લીનર પનવેલ પહોંચાડવાની માહિતી મળી હતી. જેથી LCBએ ગેરકાયદેસર ગુટખાના મુદ્દામાલ સાથે ટેમ્પો અને અન્ય સામાન મળી કુલ રૂપિયા 8,90,230/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગેરકાદેસર ગુટખાનાં જથ્થાને LCBએ ઝડપી પાડી વધુ તપાસ માટે ગણદેવી પોલીસને સોંપવામાં આવી છે. ગણદેવી પોલીસે વધુ તપાસ માટે આરોપીને મહારાષ્ટ્ર લઈ ગઈ છે. આ ગુટકાનો મુદ્દામાલ કોના ઇશારે અને ક્યાંથી ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500