Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : બાઈક શો-રૂમમાંથી રૂપિયા 1.75 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

  • June 15, 2024 

નવસારી હાઈવેના ગણેશ સિસોદ્રા ગામમાં આવેલ એનફિલ્ડ બાઇકના શો રૂમ રીધ્ધમ મોટર્સમાં રાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટકી રૂપિયા 1.75 લાખની ચોરી થયાની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રિધ્ધમભાઇ નિલેશભાઈ શાહ (રહે.બાલાજી પાર્ક સોસાયટી, તિધરા, નવસારી)હાઈવે રોડના ગણેશ સિસોદ્રા ગામની હદ્દમાં રિધ્ધમ મોટર્સ નામનો એનફિલ્ડ બાઇકનો શો રૂમ ધરાવે છે. જોકે રાત્રીના 12 વાગ્યાથી 2.30 વાગ્યાના અરસામાં તસ્કરોએ તેમના શો-રૂમમાં ત્રાટકી ઓફિસમાંથી રૂપિયા 1.75 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. બનાવ અંગે તેમણે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application