નવસારીનાં ગણદેવી તાલુકાનાં વડસાંગળ ગામમાં રહેતા યુવકે ગામનાં જ યુવાન પાસે રૂપિયા 4,200/- ઉછીના લીધા હતા. જોકે એક માસ બાદ પણ પરત નહીં કરતા આ યુવક ક્રિકેટનાં મેદાન પાસે મળી જતા તેના ઉપર બે યુવકોએ સળીયા વડે હુમલો કરી પગમાં ફ્રેક્ચર કર્યુ હતું. બનાવની વિગત એવી છે કે, ગણદેવીનાં વડસાંગળ ગામમાં રહેતા મીલનભાઇ રણજીતભાઇ પટેલે ફરિયાદ આપતા જણાવ્યું કે, એકાદ માસ આગાઉ ગણદેવી કસ્બાવાડી ફાટક પાસે રહેતા અજય ઉર્ફે એલ.એક્ષ.ચંદ્રકાંત હળપતિ પાસેથી રૂપિયા 4,200/- લીધા હતા. તેમજ તેણે જણાવ્યું કે, બજાજ ફાઇનાન્સમાંથી નાણાં આવશે ત્યારે પરત આપી દઈશ તેમ જણાવવા છતાં પણ અવાર નવાર ફોન કરી નાણાં માગતો હતો.
પરંતુ તા.15મી જાન્યુઆરીનાં રોજ વડસાંગળ બસ સ્ટોપની સામે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હોય તે જોઈ સાંજે મીલનભાઇ પરત ઘરે આવતો હતો. તે સમયે અજય ઉર્ફે એલ.એક્ષ ચંદ્રકાંત હળપતિ તથા તેની સાથે બીજો એક અજાણ્યો યુવક વડસાંગળ જતા નહેર પાસે જાહેર રોડ પર મિલન બાઇક લઈને પસાર થતો હતો ત્યારે અચાનક અજયે લોખંડના સળિયા વડે માથાના ભાગે મારતા બાઇક પરથી નીચે પડી ગયો હતો. જ્યાં જમણા પગના સળિયાના ફટકા મારી દેતા જણાવ્યું કે, મારા નાણાં નહીં આપે તો જાનથી મારી નાખીશ તેમ કહી જતા રહ્યા હતા. જયારે તેમના ભાઈએ ઘટના સ્થળે આવી મિલનને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને હુમલો કરનાર યુવકો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500