નવસારીના વાંસદા તાલુકા સ્થિત ઉમરકુઇ માળ ફળિયામાં રહેતા સુમન જીવલીયાભાઇ ભોયાએ શનિવારનાં રોજ વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેમને સંતાનમાં 7 બાળકો છે. જેમાંથી ત્રીજા નંબરની દીકરી વિકિતા (ઉ.વ.20) જે છેલ્લા ત્રણ માસથી ચીખલીનાં સારવણી ગામમાં રહેતા સ્નેહલ સુરેશ પટેલ સાથે પોતાના મરજીથી અલગથી રહે છે અને તેના લગ્ન થયા નથી જોકે સ્નેહલ અને વિકિતા વાપી બલીઠા ખાતે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા.
જોકે, તેઓ સાંજે સ્નેહલે સુમનભાઇને ફોન કરી જણાવેલ કે, તેઓ બંને એક્ટિવા નંબર જીજે/21/એએન/7529 ઉપર બલીઠા જઇ રહ્યા હતા. તે સમયે વાપી વૈશાલી ઓવર બ્રિજ ઉપર પહોંચતા પાછળથી આવી રહેલ આઇસર ટેમ્પોએ જોરથી ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા. વિકિતા એકબાજુ બેસેલી હોવાથી જમણી બાજુ પડતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર તેનું મોત થયું હતું. જ્યારે સ્નેહલને નાની મોટી ઇજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરતા અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application