નવસારીનાં જલાલપોર તાલુકાનાં મંદિર ગામમાં બપોરનાં સમયે રેતી ઠાલવતી સમયે ડમ્પર હાઈટેન્શન વીજલાઈનને અડી જતા બે મજૂરોના વીજકરંટ લાગવાથી મોત થયા હતા. ઘટનાના પગલે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જલાલપોરનાં મંદિર ગામમાં બપોરના સમયે એક ડમ્પર રેતી ઠાલવવા માટે આવ્યું હતું. જેમાં ત્રણ લોકો સવાર હતા.
જોકે રેતી ઠાલવ્યા બાદ પાછળ આવેલી હાઈડ્રોલિક ટ્રોલી ઉપર કરવા જતા એક મજૂરનું માથું હાઈટેન્શન લાઈનને અડી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો અન્ય એક યુવાન પણ વીજળીના સંપર્કમાં આવતા તેનું મોત થયું છે સમગ્ર ઘટના બનતા મંદિર ગામમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે ડમ્પર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
જલાલપોર પોલીસ દ્વારા બંને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા હતા. બંને મજૂરોના મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.. ઘટના અંગે જલાલપોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500