મહુવાના કાંકરિયા ગામેથી ગૌહત્યા કરી ટવેરામાં ચીખલીનાં આલીપોર લઈ જવાતું કથિત ગૌમાંસ સાથે બે ઈસમોની પોલીસે અટક કરી પોલીસ તપાસ હાથ ધરી હતી. નવસારીના ગૌરક્ષકો સાજનભાઈ ભરવાડ અને સુરેશભાઈ પુરોહિતને બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાંકરિયા ગામે ગૌ હત્યા કરીને ટવેરા ગાડી નંબર GJ/21/M/0254માં ગૌમાંસ ભરીને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોરમાં જવાનું છે. જે બાતમીને આધારે ગૌરક્ષકો અલગ અલગ સ્થળ પર વોચ રાખીને બેઠા હતા.
તે દરમિયાન આશરે 7 વાગ્યાની આસપાસ બાતમીવાળી ટવેરા ગાડી દેખાતા એનો પીછો કરી ટાંકલ ગામ પાસે અટકાવી હતી અને ગાડીમાં તપાસ કરતા 100 કિગ્રા કથિત ગૌમાંસ મળી આવ્યું હતું. આ અંગે પોલીસને પણ જાણ કરતા પોલીસે કથિત ગૌમાંસ સાથે 2 આરોપીની અટક કરી હતી. જયારે કથિત ગૌમાંસ અને આરોપીઓની અટક બાબતે નવસારી જિલ્લા એસપી અને ચીખલી પીઆઇ ચૌધરી અને પીએસઆઇ વસાવાએ સહકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application