Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેન અડફેટે આવતાં બે અજાણ્યાનાં મોત, પોલીસે વાલીવારસાની શોધ શરૂ કરી

  • December 17, 2022 

નવસારી‎ વલસાડ રેલવે પોલીસ સ્ટેશન‎ નવસારી રેલ્વે આઉટ પોસ્ટનાં ‎સ્ટાફએ માહિતી આપતા જણાવ્યું કે‎, તા.15મી ડિસેમ્બરનાં રોજ રાત્રે‎ 10.40 વાગ્યાનાં અરસામાં‎ અજાણ્યો 40 વર્ષીય યુવાને‎ નવસારી અને મરોલી રેલવે‎ સ્ટેશન વચ્ચે કિ.મી.નં-‎238/02-04ની વચ્ચે ડાઉન‎ રેલવે લાઇન ઉપર ટ્રેન ડાઉન‎ ડોન્ડ-ઈન્દોર એક્સ. ટ્રેનની‎ આગળ કોઇ અગમ્ય‎ કારણોસર સુઇ જઈ આપઘાત‎ કરી લીધો હતો.




જયારે અજાણ્યા‎ યુવાન મજબૂત બાંધાનો,‎ ઉંચાઈ 5 ફૂટ 5 ઇંચ, રંગે‎ ઘઉંવર્ણ તેણે શરીરે રાખોડી‎ કલરનું આખી બાયનું શર્ટ‎ તથા કમરે બ્લ્યુ કલરનો પેન્ટ‎ પહેર્યો હતો. મરનારના કોઇ‎ વાલીવારસો મળી આવ્યા નહીં‎ હોય જે લાશ બિનવારસી હોય‎ નવસારી રેલવે પોલીસનો‎ સંપર્ક કરવા જણાવાયું છે.‎ બીજી ઘટનામાં શુક્રવારે‎ બપોરે સચીન રેલ્વે સ્ટેશનની‎ ઉત્તરે કિ.મી.નં-253‎/13-15ની વચ્ચે અપ રેલવે‎ લાઈન ઉપર પટના-બાંદ્રા‎ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે‎ આવેલા 35 વર્ષીય યુવાનનું‎ ગંભીર ઈજાના કારણે સ્થળ‎ ઉપર મોત થયું હતું.‎‎


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application