નવસારીનાં પરથાણ ગામના મોટા ફળીયા ખાતે રહેતા બે પરિવારમાં જમીન બાબતે જૂનો ઝગડો હોય બોલાચાલી થયા બાદ 3 યુવકોએ બે આધેડને ઢીક્કામુક્કીનો માર મારતા મરોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. બનાવની વિગત એવી છે કે, નવસારીનાં મૂળ પરથાણ અને હાલ ભરૂચ ખાતે રહેતા શ્યામલ મુકેશભાઈ પટેલે મરોલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું કે, તેમના પિતા મુકેશ ભીખુભાઇ પટેલ શનિવારે સવારે ખેતરે કામ કરી સવારે 11 વાગ્યાના સુમારે ઘરે આવતા હતા.
ત્યારે મોટા ફળીયા ખાતે રહેતા વિપુલ નાયકના ઘર પાસે આવતા તેજસ બળવંત પટેલએ તેમના પિતાને જમીનની જૂની અદાવત બાબતે ઢીક્કામુક્કી કરીને તેમના ભાઈ વિરલ અને હેમેશ કિશોરભાઈ પટેલને બોલાવ્યા અને ત્યારબાદ તેમના પિતા મુકેશ અને તેમના દાદા ભીખુ નારણભાઈ પટેલને પણ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application