નવસારીના જૂનાથાણામાં રહેતા 42 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારાણસર એકલો હતો ત્યારે ફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર, નવસારીનાં જુનાથાણામાં બળવંત ઝીણા રાઠોડ તેમના પરિવારજનો સાથે રહે છે. જોકે તેઓ ગત તા.22મી ઓકટોબરનાં રોજ ઘરે એકલા હતા ત્યારે તેઓ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ 4 વાગ્યે તેમની પુત્રીએ ઘરનો દરવાજો ખોલતા તેણીના પિતા બળવંતભાઈની ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેઓએ પાડોશીઓને જાણ કરી હતી. ઘટના અંગે નવસારી ટાઉન પોલીસમાં જાણ કરતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application