Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મન દુઃખ થતાં યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • June 28, 2022 

નવસારીનાં સુશ્રૃષા હોસ્પિટલ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી 26 વર્ષીય યુવતીએ મોબાઈલ ફોન ઉપર કથિત પ્રેમી સાથે વાતચિત દરમિયાન બોલાચાલી થતા મનદુઃખ થયું હતું. સવારે ઘરે કોઈ ન હતું ત્યારે યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટના અંગેની જાણ યુવતીની માતાએ પોલીસને કરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી સુશ્રૃષા હોસ્પિટલ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં હેમુબેન વિનોદભાઈ પટેલ તેમની અપરિણીત પુત્રી ભાવિષાબેન (ઉ.વ.26) સાથે રહે છે. તેમણે વિજલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, ગતરોજ સવારે 9 થી 10.30 વાગ્યા દરમિયાન ભાવિષા તેના કથિત પ્રેમી સાથે મોબાઈલ પર વાતચીત કરતી હતી.




જોકે કોઈ કારણસર મોબાઈલ પર વાતચીત દરમિયાન મન દુઃખ થતા ભાવિષા હતાશામાં આવી હતી અને ઘરના રસોડામાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જોકે આ ઘટનાની જાણ તેમણે વિજલપોર પોલીસને કરતા તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application