ચીખલી તાલુકાનાં હરી ઓમ વડાપાઉંની લારી સામે જાહેર રોડ પર ACBએ રૂપિયા 30,000ની લાંચ લેતા નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનાં સર્વેયરને રંગેહાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. જયારે જમીન માપણી સીટ આપવાની લાંચ માંગી હોવાની ફરિયાદ મળતા ACBએ કાર્યવાહી કરી હતી. બનાવની વિગત એવી છે કે, ચીખલી તાલુકાનાં રાનવેરીખુર્દ ગામે બ્લોક સરવે નં.939વાળી જમીન આવેલી છે.
આ જમીનની માપણી કરવા ફરિયાદીએ ઓનલાઇન અરજી કરી હતી. જેની માપણીની કાર્યવાહી કરી માપણી શીટ આપવાના અવેજ પેટે સર્વેયર વિલીસભાઇ પટેલ ફરિયાદી પાસે રૂપિયા 35 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે રક્ઝકનાં અંતે રૂપિયા 30 હજાર નક્કી થયા હતા.
જોકે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા નહીં હોય જેથી સુરત શહેર ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદનાં આધારે તારીખ 15મી નવેમ્બરનાં રોજ લાંચનુ છટકુ ગોઠવતા ફરિયાદી પાસેથી પંચ સાહેદની હાજરીમાં આરોપી સર્વેયર વર્ગ-3 વિલીસભાઇ વિક્રમભાઇ પટેલ લાંચની રકમ રૂપિયા 30 હજાર સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયા હતા. જયારે વધુમાં જાણવા મળેલ હતું કે, આરોપીને ACBએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500