કોરોના મહામારીનાં કારણે રેલવે દ્વારા છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી બંધ કરી દેવાયેલી અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેન ફરી પાછી મંગળવારથી શરૂ થતા રોજિંદા મુસાફરો અને નોકરિયાત વર્ગમાં આનંદ વ્યાપી ગયો છે. અમદાવાદથી બીલીમોરા 7:30 વાગ્યે આવી પહોંચેલી ટ્રેનનું દિપક દુકાને, જોનીશ ગાંધી, તેજસ પટેલ, કાવ્યા સેગવ અને અક્ષય બીલીમોરીયાએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. આ પેસેન્જર ટ્રેન હોવાથી દરેક સ્ટેશને તેના મુસાફરો મહત્તમ લાભ લઈ શકશે. કોરોનાનાં કારણે છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવાયેલી ટ્રેન હવે રાબેતા મુજબ થતા સૌને રાહત પહોંચી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application