નવસારીનાં વાંસદા તાલુકાનાં એક ગામમાં વૃદ્ધે 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે શેરડીનાં ખેતરમાં રહેવા માટે બનાવેલા ડેલામાં એકાંતમાં ફિલ્મી ગીતો સાંભળવાની લાલચ આપીને વૃદ્ધ લાંબા સમયથી બાળકી પર દુષ્કર્મ આચરતો હતો. વૃદ્ધની આ હેવાનીયતની જાણ કિશોરીનાં પરિવારજનોએ વાંસદા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાનાં એક ગામમાં માતા-પિતા મજૂરી કામ અર્થે ઘરેથી નીકળી ગયા બાદ ઘરમાં બાળકો એકલા રહેતા હોય ત્યારે એક દિવસે માતા બપોરે જમવા ઘરે આવતા પોતાની દીકરીનાં માથાના વાળ અને પાછળથી કપડાં એકદમ ધુળવાળા હતા. જેથી માતાએ સગીરાને કયા ગઈ હતી એવું પૂછ્તા તેના જવાબમાં બાળકીએ કહ્યું કે, હું મોટી મમ્મીને ત્યાં ગઈ હતી.
આ દરમિયાન બાળકીની માતાને તેની જેઠાણીએ કહ્યું કે, તારી દીકરીને અને એક વૃદ્ધને મે ખેતરમાંથી સાથે બહાર નીકળતા જોયા છે. જેથી માતાએ પોતાની દીકરીને પરિવાર સમક્ષ સમગ્ર હકીકત પૂછતા દીકરીએ કહ્યું હતું કે, ચંપક શુકર પટેલ નામના વૃદ્ધે તેના શેરડીના ખેતરમાં રહેવા માટે ડેલું બનાવેલું છે, ત્યાં ફિલ્મી ગીતો સંભળાવવાની લાલચ આપી મારી સાથે ખોટું કામ કરતો હતો અને સાથે જ જો કોઈને કહ્યું તો ધારિયાથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપતો હતો. જેથી સમગ્ર મામલો સામે આવતા પરિવારે 60 વર્ષીય વૃદ્ધ ચંપક શુકર પટેલ વિરુદ્ધ વાંસદા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગણતરીના દિવસોમાં વૃદ્ધની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500