બીલીમોરા ગાયકવાડ મિલ કમ્પાઉન્ડમાં માનસિક અસ્વસ્થ વૃદ્ધ મહિલાની લાશ ડીકંપોઝ હાલતમાં મળી હતી. જોકે આ વૃદ્ધ મહિલા થોડો-થોડ સમય પુત્રી અને પુત્ર સાથે રહેતી હતી. બનાવ અંગે મૃતકની પુત્રીએ બીલીમોરા પોલીસમાં જાણ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બીલીમોરા ગાયકવાડ મિલ ચાલ વિસ્તારમાં રહેતી સોનલબેન ભીખુભાઇ રાઠોડ (ઉ.વ.40) નાએ બીલીમોરા પોલીસમાં અરજી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની માતા કમુબેન ઉર્ફે કુમીબેન નાનુભાઇ રાઠોડ (ઉ.વ.64) છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બિમારીથી પીડાતી હતી.
જોકે તેમની માતા કમુબેન કોઈવાર તેમના ઘરે અને કોઈવાર તેમના ભાઈ હરીશભાઇની સાથે રહેતી હતી. જયારે ગત તા.5મી જૂને બપોર બાદ કમુબેન ઉર્ફે કુમીબેન જયુબિલી તળાવ મોરાઇ માતાના મંદિર પાસે રહેતા હરીશભાઇ રાઠોડના ઘરે જવા સારૂ નીકળી ગયા હતા. તેમની માતા ભાઈના ઘરે પહોંચી ગયા હશે એમ માન્યું હતું. પરંતુ સોમવારે તેમની માતા કમુબેન ઉર્ફે કુમીબેનની લાશ ગાયકવાડ મિલના મેદાનમાં ડીકંપોઝન હાલતમાં મળી આવી હતી. જે અંગે સોનલબેન ભીખુભાઇ રાઠોડ નાએ બીલીમોરા પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application