Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો આરોપી પોલીસ પકડમાં

  • September 01, 2022 

નવસારીમાં આવેલા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી મીનેશભાઈ કલ્પેશભાઈ ટંડેલને પોલીસે દબોચી લીધો હતો. જોકે આરોપી મૂળ બંદર રોડ માછીવાડ બીલીમોરા રહે છે તે નવસારી ST ડેપો ખાતે ઉભેલો હોવાની બાતમી મળતા નવસારી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કોર્ડે તેને ઝડપી પાડ્યો હતો. નવસારી જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં નોંધાયેલા આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હોય તેને શોધવા માટે પેરોલ ફર્લો સ્કોર્ડ કામગીરી કરે છે.




ત્યારે નવસારીનાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા સાત મહિનાથી ભાગેડું આરોપી મનીષ ટંડેલ ST ડેપો ખાતે ઉભો છે અને શરીરે આછા લીલા રંગનું ટીશર્ટ તથા ભૂરા રંગનું જીન્સ પેન્ટ પહેરેલું છે તેવી ચોક્કસ માહિતી મળતા પોલીસે તેને ઝડપી પાડીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application