નવસારી જિલ્લા સહિત શહેરમાં હાલમાં તસ્કરો બંધ ઘરોને નિશાન બનાવી રહ્યા છે જેમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો નવસારીનાં છાપરા રોડ પર તુલસીવનમાં આવેલી દર્પણ સોસાયટીમાં ઘરફોડ ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જેમાં ગત તા.6 જૂનથી તા.8 જૂનની વચ્ચે ચોર બંધ ઘરમાં પ્રવેશીને બેડરૂમમાંના કબાટને કોઈ સાધન વડે તોડીને તેમાં મુકેલા સોનાનાં દાગીના તથા ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા 90,500/- તથા જુદા-જુદા દરની ચલણી નોટો રૂપિયા 1.44 લાખ મળીને કુલ રૂપિયા 2.34 લાખની ચોરી કરી ફરાર થયા હતા.
જયારે નવસારીના અને મુંબઈ ખાતે નોકરી કરતા જીતેન્દ્ર રાઠોડ પોતાના છાપરા રોડના મકાનમાં આવતા જતાં રહે છે. ત્યારે કોઈ વ્યક્તિએ રેકી કરીને જાણકારી મેળવીને ઘરફોડ ચોરી કરી હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈને ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન હાથ ધરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500