નવસારી જિલ્લામાં ચોરો પોલીસ માટે પડકારરૂપ બન્યા હોય તેમ છાશવારે ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ રહી હતી. જેમાં આશા નગરમાં બે દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ફરી વાર ધોનીવાડમાં રાત્રિના સમયે બંધ મકાનમાં દરવાજાનો નકૂચો તોડી ને ચોરીની ઘટના સામે આવી હતી.
બનાવની વિગત એવી છે કે, ધોબીવાડમાં આવેલા શ્રી કૃષ્ણ સ્મૃતિ એપાર્ટમેન્ટનાં 301 નંબરના મકાનમાં રહેતા ઉમેશભાઈ રાજપુત લોન્ડ્રીનો વ્યવસાય કરે છે. જોકે તેઓ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા પોતાના સસરાને ત્યાં દરરોજ ખબર અંતર લેવા માટે જાય છે પણ ગત રાત્રિએ તેમની તબિયત લથડતાં ત્યાં જ રાતવાસો કર્યો હતો અને કારણ કે બંધ ઘરનોનો લાભ ઉઠાવી તસ્કરો લોખંડના દરવાજાનો નકૂચો તોડીને બેડ રૂમમાં પ્રવેશી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કાઓ મળી કુલ 2,39,500/- તથા રોકડા રૂપિયા 42 હજાર મળી કુલ રૂપિયા 2,81,500/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500