Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઇલની દુકાનમાં ચોરી કરી ફરાર થનાર ત્રણ આરોપીઓ પોલીસ પકડમાં

  • June 03, 2022 

વિજલપોર વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકીથી આશરે 500 મીટર દૂર રામનગર ચોકડી પાસે આવેલી શ્રી બાલાજી મોબાઇલની દુકાનમાં રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તસ્કરોએ આવ્યા હતા જેમાં શખ્સોએ દુકાનનું શટર ઊંચું કરીને તેમાં પ્રવેશ કરી ચોરી કર્યાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટના અંગે એલ.સી.બી.ને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ મુંબઇ સુધી લંબાઈ હતી.




જેમાં વિજલપોર ખાતે રહેતા 31 વર્ષીય રજૂ નીશાદના ઘરે મુંબઇથી પરિચિત મનોજ નિશાદ એક સગીર સાથે આવ્યો હતો. તેણે રામનગર સ્થિત બાલાજી મોબાઇલની દુકાનમાં યુથીથી મોબાઈલ દ્વારા પૈસા મોકલવા અને મેળવવાની વ્યવસ્થા હોવાની માહિતી અને રેકી કરીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. સગીર સહિત ત્રણેય લોકોએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો જેમાં સગીર CCTVમાં કેદ થયો હતો.




જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે તપાસ કરતાં મુંબઇનાં નાલાસોપારાથી ત્રણેયને ઝડપી પાડીને ચોરીના કેસને ઉકેલી કાઢવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર કેસની તપાસ વિજલપોર પોલીસને સોંપવામાં આવી હતી. જયારે વધુમાં મુંબઈનાં નાલાસોપારામાં રહેતા મનોજ નિશાદ લગ્નમાં નવસારી આવ્યો હતો. તે દરમિયાન નાણાંની જરૂરિયાત પડતાં તેણે એક સગીર અને સ્થાનિક યુવાન રાજુ નિશાદને સાથે લઈ ચોરીનો પ્લાન કર્યો હતો અને ચોરી કરી મુંબઈ નીકળી ગયા હતાં.




તેમજ વિજલપોરમાં મોબાઇલની દુકાનમાંથી ચોરીનો પ્લાન બનાવનાર મનોજ નિશાદ વર્ષ-2007માં પાલઘર અને વર્ષ-2012માં ગોરેગાંવમાં ચોરી, વર્ષ-2013માં સુરતના સચીન જીઆઇડીસીમાં ચોરીનો ગુનો દાખલ થયો અને અમદાવાદ ખાતે રેપનો આરોપી પણ છે. સીસીટીવીના આધારે મનોજની નવસારી પોલીસે મુંબઇથી અટક કરી હતી. વિજલપોરમાં થયેલી ચોરીમાં સીસીટીવી અને ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરી અને પૂછપરછ કરતા આરોપી મુંબઈમાં રહેતા હોવાનું માલુમ પડતા તેમના ઘરેથી અટક કરવામાં સફળતા મળી હતી. જેમાં એક કિશોર પણ છે. વિજલપોરનો યુવાન પણ ચોરીની ઘટનામાં હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application