વાંસદા તાલુકાનાં લાખાવાડી ગામ પાસેથી પોલીસે બાતમીનાં આધારે મોપેડમાંથી રૂપિયા 33 હજારનો ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાંસદા પોલીસ સ્ટાફનાં માણસો રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, વાંદરવેલા ગામ તરફથી એક ઈસમ મોપેડ બાઈક પર ઈંગ્લીશ દારૂ પ્લાસ્ટિકનાં થેલામાં ભરીને કંબોયા થઈ લખાવાડી રૂપવેલ ગામ તરફ નીકળવાનો છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફ લાખાવાડી ગામની નહેર પાસે વોચમાં ઉભા હતા. તે સમયે બાતમીવાળી મોપેડ આવતા તેને ઉભી રાખી તપાસ કરતા પ્લાસ્ટીકનાં થેલામાં મુકેલી ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 33 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 33 હજાર મળી આવી હતી. આમ, પોલીસે મોપેડ ચાલક જીગ્નેશ ઉર્ફે જલો પટેલ અને પાછળ બેસેલા મનિષ ઉર્ફે મન્યો પટેલ (બંને રહે. વાંદરવેલા) નાની અટક કરી હતી.
ત્યારબાદ પોલીસે દારૂ સહિત મોપેડ, રોકડા મળી કુલ રૂપિયા 83,600/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે માલ આપનાર ભાવેશ (રહે.બામણવેલ) અને માલ લેનાર રાજેશ (રહે.રૂપવેલ) નાને ફરાર જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500