Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો ચાલકે બે વાછરડાને અડફેટે લેતાં એકનું મોત, એકને ઈજા

  • June 15, 2022 

નવસારીનાં કલેકટર કચેરી સામે વિજલપોરનો ગોપાલક તેમના વાછરડા અને ગૌવંશ લઈ પસાર થતો હતો ત્યારે એક ટેમ્પો ચાલકે પૂરઝડપે હંકારી લાવી બે વાછરડાને ટક્કર મારતા એકનું મોત થયું અને એકને ઇજા થઇ હતી. બનાવ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિજલપોરનાં વિજયભાઈ ગોવિંદભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પશુપાલનનો ધંધા સાથે સંકળાયેલા છે અને જેઓ સોમવારનાં રોજ બપોરનાં સમયે તેમના વાછરડા અને ગૌવંશ લઈ બપોરનાં સમયે કાલિયાવાડી કલેકટર કચેરી પાસેથી પસાર થતા હતા.



તે દરમિયાન અચાનક ટેમ્પોનાં ચાલક ખુરશીદઅલી આફતાબઅલી (રહે.મલીકપોર,યુપી) નાએ ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી જાહેર રોડ ક્રોસ કરતાં ગાયના બે વાછરડાને ટક્કર મારતા એક વાછરડાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. વિજય ભરવાડે ગ્રામ્ય પોલીસમાં ટેમ્પો ચાલક ખુરશીદઅલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application