નવસારીમાં ઉન નજીક સાંઇ બાબાનાં મંદિર પાસેથી પસાર થતી બાઇકને અજાણ્યા લકઝરી બસ ચાલકે ટક્કર મારી હતી, જેમાં બાઇક પર બેસેલા 2ને ઇજા થઇ હતી જ્યારે એકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીનાં ગણેશ સિસોદ્રા ગામે રહેતા પ્રફુલ શુક્કરભાઈ આહિરે ફરિયાદ આપતા જણાવ્યું કે, તેમના સબંધી લાલુભાઈ આહીર, મંજુબેન લાલુભાઈ આહીર અને માસીનો દીકરો નીતિન લાલુ આહીર પોતાની મોટર સાયકલ નંબર GJ/21/AE/3790 ઉપર દોણજાથી નવસારીમાં સ્વામીનારાયણ મંદિર તરફ જતા હતા.
તે દરમિયાન ઉન ગામ પાસે પસાર થતા હતા ત્યારે લકઝરી બસ નંબર GJ/07/F/8998નાં ચાલકે પુરઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર તમામ પડી ગયા હતા. જેમાં ચાલક લાલુભાઈ આહીર (ઉ.વ.57) નાને પગ અને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું, જ્યારે મંજુબેન અને નીતિન આહીરને પણ ઇજા થઇ હતી. બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500