નવસારીનાં રણોદ્રા ગામ પાસેથી પસાર થતાં હાઇવે પરથી મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પોમાં દારૂની હેરફેર થવાની બાતમીનાં આધારે નવસારી LCB પોલીસે મળી હતી. જે બાતમીનાં આધારે પોલીસે એક બોલેરો પીકઅપને રોકીને તપાસ કરતા તેમાંથી 33 પુઠાનાં બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસકીની નાની-મોટી બોટલ તથા ટીન બિયર મળી કુલ 1272 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,08,000/- હતી.
ત્યારબાદ પોલીસે ટેમ્પો ચાલક રાહુલ રતનલાલ ખટીક (રહે.સુરત) નાની ધરપકડ કરવામાં આવી હતી અને સાથે દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવી આપનાર બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે દારૂનો જથ્થો તથા પીકઅપ ટેમ્પો મળી કુલ રૂપિયા 5,13,800/-નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500