નવસારી હાઇવે ઉપરથી વહન થતો વિદેશી દારૂ સાથે એક ઈસમ પોલીસે ઝડપી પાડી હતો, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર-48 મલવાડા ઓવર બ્રિજના ઉત્તર છેડે મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર ગોલ્ડન કલરની ઇનોવા કાર માંથી દારૂનું વહન થવાનું છે.
જે બાતમીનાં આધારે પોલીસે બાતમી વાળી કારને રોકી તેની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 360 નંગ વિસ્કીની બાટલીઓ મળી આવી જેની કિંમત રૂપિયા 1,60,000/-હતી. જોકે દારૂનાં મુદ્દામાલ સાથે એક ઈસમ રીઝવાન યુસુફ મલેકને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જોકે આ દારૂનો જથ્થો ભરાવી આપનાર દમણ રહેતા યોગેશ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર સુરતનો સુનિલ ઉર્ફે સોનુને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાવ અંગેની તપાસ ચીખલી પોલીસને સોપાતા દારૂ અને કાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6,83,130/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500