Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ભાડાનાં મકાનમાં રહેતા યુવક પાસેથી ગાંજો મળી આવ્યો, સુરતનો યુવક વોન્ટેડ

  • August 26, 2022 

નવસારીનાં રૂસ્તમવાડી વિસ્તારમાં ભાડેના ઘરમાં રહી ગાંજાનું વેચાણ કરતા મૂળ ઓરિસ્સાનાં યુવકને નવસારી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડ્યો હતો. તેમજ આ ગાંજો સુરતનો કોઈ યુવક આપી જતો હોવાનું પોલીસને જણાવતા પોલીસ ચોપડે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી એસ.ઓ.જી.નાં સ્ટાફને બાતમી મળી હતી કે, રૂસ્તમવાડી રીંગરોડ પાસે ભાડેનાં ઘરમાં એક યુવક ગાજાનું વેચાણ કરી રહ્યો છે.




જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરી રૂસ્તવાડી રીંગરોડ પર મોહનભાઇ સોમાભાઇ કહારના ભાડાના મકાનમા રહેતા ભીષ્મા મોહન દત્તા (ઉ.વ.32, મૂળ રહે.આઉપાડા, ઓરીસ્સા)નાં ઘરેથી 2.37 ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા 23,720/-મળી આવતા તેની ધરપક કરી હતી. આમ, એસ.ઓ.જી.એ કુલ 38,700/-નો મુદ્દામાલ કબ્જે કરી સુરતનો અજાણ્યો 20 વર્ષીય યુવકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application